ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ભલે બહુમતથી ચૂકી ગઈ હોય પરંતુ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. હવે તે અપક્ષ ઉમેદવારોના સમર્થનથી ફરીથી સરકાર બનાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાના કારણે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર બહુ જલદી રાજ્યપાલ સત્યનારાયણ આર્યને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ખટ્ટર દીવાળી પહેલા શુક્રવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ ભાજપના સંસદીય બોર્ડની બેઠક પૂરી થઈ ગઈ છે. સંસદીય બોર્ડે ભાજપ અધ્યક્ષ અમિત શાહને મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરકાર બનાવવા માટે નિર્ણયો લેવા અધિકૃત કર્યા છે. સંસદીય બોર્ડમાં નિર્ણય લેવાયો છે કે બંને રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવામાં આવશે નહીં. એટલે કે હરિયાણામાં ખટ્ટર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદના શપથ લઈ શકે છે. 


7 અપક્ષ ઉમેદવારો જીત્યા
90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપને 40 બેઠકો મળી છે. જો કે બહુમતના આંકડાથી ભાજપ 6 બેઠકો પાછળ છે. મેજીક ફિગર 46 છે. ભાજપ આ ભરપાઈ પૂરી કરવા માટે અપક્ષોને સાધવાની કોશિશમાં છે. 7 અપક્ષ સભ્યો જીત્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...